વિશ્વ સામે મોં ફાડીને ઉભેલા પ્રદુષણની સમસ્યાને પહોંચી વળવા બાળકોનો આ નવીન અને ઉપયોગી વિચાર ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ આ મુખ્ય મુદ્દાને પહોંચી વળવા માટે નવીન અને ઉત્પાદક વિચાર સાથે આગળ આવ્યા છે.
આ બાળકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તેની આસપાસના સ્થળોએ પ્લાસ્ટિક સહિતના ભંગારના ટુકડા પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. ભંગારની વચ્ચે રમતા-રમતા જ બાળકોને આ પ્લાસ્ટિક વેસ્ટનો સદ્ઉપયોગ કરવાનો વિચાર આવ્યો અને તેમને રોબોટ્સ બનાવવાનું સુઝ્યુ.
રોબોટ્સ બનાવવા માટે વપરાયેલી બોટલ, કચરો અને અન્ય ભંગારની ચીજવસ્તુનો ઉપયોગ કરે છે. જે રોબોટ્સ બનાવે છે તેનો આકાર પણ મનુષ્ય જેવો જ લાગે છે.
માત્ર રોબોટ્સ જ નહીં તેઓએ કચરા-ભંગારમાંથી વેક્યુમ કલીનર્સ પણ બનાવ્યા છે. જેને ત્યાંના આસપાસના વિસ્તારમાંજ મળ સાફ કરવામાં ઉપયોગમાં લેવાઈ છે. આ ઉપરાંત આ બાળકોએ ઓટોમેટિકલી ખુલતા દરવાજાનું એક મોડેલ પણ તૈયાર કર્યુ છે.