નંદિતા લિફ્ટ ઇન્ડિયા ફિલ્મોત્સવ 2019ના એક સંવાદ સત્રમાં હાજર રહી હતી. આ આયોજન 12 ડિસેમ્બરથી શરૂ થયું છે અને 16 ડિસેમ્બરે સમાપ્ત થશે. બ્રુસેલ્સની બહાર અને ઇન્ટરક્ન્ટ્રી ચાઇલ્ડ એડોપ્શનના (બાળક દત્તક લેવું) મુદ્દા પર કામ કરનારા NGOની સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગે (ACT) એક બુકને સમર્થન આપતા આ મામલાને દર્શાવ્યો હતો.
બાળ ચોરી એક વૈશ્વિક મુદ્દોઃ નંદિતા પુરી - Etv Bharat
લોનાવલાઃ દિવંગત અભિનેતા ઓમ પુરીની પત્ની અને લેખિકા નંદિતા પુરીએ કહ્યું કે, બાળ ચોરી એક વૈશ્વિક મુદ્દો છે અને તેને પોતાના લેખનના માધ્યમથી આ પ્રશ્ન ઉઠાવવો ખૂબ જ જરૂરી બન્યું છે. લેખિકાની ચોથી નવી બુક 'જેનિફર' આવવાની છે. આ એક ઇન્ટરકન્ટ્રી ચાઇલ્ડ ટ્રાફિકિંગનો શિકાર છોકરીની સત્ય ઘટના પર આધારિત છે.
![બાળ ચોરી એક વૈશ્વિક મુદ્દોઃ નંદિતા પુરી Etv Bharat, Gujarati News, Nandita Puri, Child Trafficking](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5378130-88-5378130-1576387243340.jpg)
પુરીએ કહ્યું કે, 'જો કે, ચાઇલ્ડ એડોપ્શન માટે સંયુક્ત રાષ્ટ્ર રેઝોલ્યુશનમાં સ્પષ્ટ રીતે અંકિત કર્યું છે કે, તે સ્થાનીય રૂપે થવું જોઇએ. ઉદાહરણ તરીકે જો દક્ષિણ ભારતમાં કોઇ બાળકને દત્તક લેવામાં આવે તો તેના માટે પહેલા દક્ષિણમાં જ ઘરની શોધ કરવી જોઇએ. એ જ રીતે જો તમે એક કાશ્મીરી બાળકને તમિલ ઘરમાં મોકલી શકતા નથી. કારણ કે, કેટલીકવાર શારિરીક બનાવટને લઇને દત્તક લીધેલા બાળકને એવું લાગી શકે છે કે, તે ઘરનો સભ્ય નથી.'
નંદિતા પુરીએ વધુમાં કહ્યું કે, રિસર્ચ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, 'દત્તક લેવા માટે જે બાળકોને બીજા દેશોમાં મોકલવામાં આવે છે, તેમાંથી વધુને પોતાના ઘર અને એક પરિવાર નસીબ થઇ શકતો નથી. તેમાંથી અધિક અંશને સેર્સ સ્લેવ બનાવીને અથવા ખરાબ રસ્તે મોકલવામાં આવે છે અથવા તો તેમને જિહાદી બનવાનો પ્રશિક્ષણ અને અન્ય ખોટા કામ માટે પ્રયોગમાં લેવામાં આવે છે.'