ઉલ્લેખનીય છે કે, બે વર્ષનો ફતેહવીર સિંહ ગુરૂવારે સાંજે 4 વાગ્યે રમતા સમયે બોરવેલમાં પડી ગયો હતો.
બોરવેલમાં બાળક પડી ગયો છે તેની સૂચના મળ્યા બાદ NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બાળકને આજે ટનલની મદદથી બહાર કાઢાયો હતો ત્યાર બાદ તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચતા જ બાળક મૃત્યુ પામ્યું હતું.
રોષે ભરાયેલા લોકોએ હોસ્પિટલ બહાર ઘરણાં કર્યા મહત્વનું છે કે, બાળકને બચાવવા માટે બોરવેલની અંદર સતત ઓક્સીજન સપ્લાય કરવામાં આવતું હતું. આ સીવાય બાળક પર નજર રાખવા કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. રેસ્કયૂમાં NDRFના કુલ 26 સભ્યો લાગ્યા હતા.
જણાવી દઇએ કે, 10 જૂનના દિવસે ફતેહવીરને 2 વર્ષ પૂર્ણ થયા હતા. આસપાસના લોકો અને પ્રશાશન બાળકનો જીવ બચાવવા માટે એક થઈ ગયા હતા.
ફતેહવીર સુખવિંદર અને ગગનદીપની એક માત્ર સંતાન હતી. ફતેહવીરના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તો આ બાબતે પંજાબના મુખ્યપ્રધાન કૈપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, ફતેહવીર વિશે સાંભળીને ખુબ દુ:ખ થયું. વાહેગુરુ તેમના પરિવારને સહનશકિત આપે. ખુલ્લા બોરવેલને લઇને દરેક DC જોડે રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. જેનાથી ભવિષ્યમાં આવી ધટનાઓ થતા રોકી શકાય.
109 કલાકનું રેસ્કયુ ઓપરેશન, છતા જીંદગીની જંગમાં હાર્યો ફતેહવીર બીજી તરફ ફતેહવીરના મૃત્યુથી રોષે ભરાયેલા લોકોએ પ્રશાસનની લાપરવાહી પર સવાલ ઉઠાવ્યા છે, ફતેહવીરના પરિજનો અને રોષે ભરાયેલા લોકો હોસ્પિટલ બહાર ઘરણા પર બેસીને સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.