લખનઉ: ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 112 નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ મેસેજ કરીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - Up cm yogi adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને 112 વ્હોટ્સએપ નંબર પર એક મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
![ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:10-up-luc-01-threatened-to-kill-chief-minister-yogi-adityanath-pic-7200985-12062020165617-1206f-1591961177-460.jpg)
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મેસેજમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉત્તરપ્રદેશના કુલ 50 જિલ્લાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
આ પહેેેલા પણ આ જ નંબર પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી તેમજ મેસેજ કરનાર વ્યક્તિને મહારાષ્ટ્રથી પકડી લેવામાં આવ્યો હતો.