ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કામદારોને રોજગાર આપવાની બનાવી યોજના

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મજૂરોને ઝડપથી રોજગાર આપવાની યોજના બનાવી છે. મુખ્યપ્રધાને દરેક કામ અને દરેક ઘરમાં રોજગારી પુરી પાડવાની ઝુંબેશને વેગ આપવાનું શરૂ કર્યું છે.

By

Published : May 28, 2020, 11:27 PM IST

yogi
yogi


લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મજૂરોને ઝડપથી રોજગાર આપવાની યોજના બનાવી છે. મુખ્યપ્રધાને દરેકને કામ અને દરેક ઘરમાં રોજગારી પુરી પાડવાની ઝુંબેશને વેગ આપવાનું શરૂ કર્યું છે. બેરોજગાર કામદારોને ફરીથી રોજગાર આપવા તે પોતે જ આ કામમાં લાગી ગયા છે.

મુખ્યપ્રધાન યોગીના પ્રયત્નોનું પરિણામ એ છે કે ,આવતીકાલે 9.5 લાખ કામદારો ભારતીય ઉદ્યોગ સંગઠન, નાર્ડેકો (નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ), સીઆઈઆઈ અને યુપી સરકાર વચ્ચે મોટો કરાર થવા જઇ રહ્યો છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ગુરુવારે કામદારોને ઝડપી રોજગાર આપવાની યોજના બનાવી છે. મુખ્યપ્રધાને દરેક ઘરમાં દરેકને રોજગારી આપવાનું મિશન શરૂ કર્યું છે. તેનું આ મિશન આગળ વધવાનું શરૂ થઇ ગયું છે. સરકાર કુશળ માનવશક્તિ અને યુનિટ્સમાં તેમની જરૂરિયાત માટે એક સૉફ્ટવેર પણ તૈયાર કરી રહી છે. તૈયાર થઇ રહેલા સૉફ્ટવેર દ્વારા ઝડપી સેવા થઇ શકશે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કુશળ માનવબળની વિગતો એકઠી કરી અને ઉદ્યોગોને આપવાની જે ઝુંબેશ શરૂ કરી છે ,તેનાથી કામદારોને રોજગાર મળશે. આ ઉપરાંત બાકી રહેલા કામદારોને રોજગારી મળે તે માટે સરકારે અન્ય માર્ગો પમ ઘડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details