Intro:Body:
છીંદવાળામાં મુખ્યપ્રધાન કમલનાથ ગરબાના તાલે ઝૂમ્યા - મુખ્યપ્રધાન કમલનાથ ગરબે રમ્યા
છીંદવાળાઃ મુખ્યપ્રધાન કમલનાથ તેના વતન છીંદવાળાના ત્રણ દિવસના પ્રવાસે હતા, ત્યાંના અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન એક સમાચારપત્ર દ્વારા આયોજીત ગરબામાં પહોચ્યાં હતા. જ્યાં તેમને ખૈલયા સાથે રમીને ગરબાની મજા માણી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની સાથે છીંદવાળાના સાસંદ નકુલનાથ અને ધારાસભ્ય સુજીત ચૌધરી પણ જોડાયા હતા.
Kamal Nath played Garb in Chhindwala
બેઠકો અને સરકારી કાર્યો પૂરા કર્યા પછી ,મુખ્યપ્રધાન કમલનાથ લોકોના ઘરે જઇ અનેક સમસ્યાઓની ચર્ચા કરી હતી. ત્યાર પછી મોડી રાત્રે એક સમાચારપત્ર દ્વારા આયોજીત ગરબાના કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યાં તેમણે પરંપરિક રાજસ્થાની પહેરવેશ પહેરીને ગરબે રમ્યા હતા. ઉપરાંત, મુખ્યપ્રધાન લોકો સાથે ગરબાના તાલે ડાંડિયા પણ રમ્યા હતા.