ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરમાંઃ CM ગહલોતે કરી મુલાકાત, મલિકાર્જુન ખડગે આજે મળશે - battle of maharashtra cm

જયપુરઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજસ્થાનની મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકા બની છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનની રાજધાની જયપુરમાં પહોંચી રહ્યા છે. શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે મુખ્યપ્રધાન ગહલોતે આ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. શનિવારે મલિકાર્જુને પણ તેમની સાથે મુલાકાત કરવાના છે. શનિવારે 11.30 વાગ્યે મુખ્યપ્રધાન અશોક ગહલોત પત્રકાર પરિષદને સંબોધશે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરમાંઃ CM ગહલોતે કરી મુલાકાત, મલિકાર્જુન ખડગે આજે મળશે

By

Published : Nov 9, 2019, 9:40 AM IST

શુક્રવાર રાત સુધીમાં એક એક કરીને તમામ ધારાસભ્યો જયપુરની હોટલમાં પહોંચી ગયા હતા. રાજસ્થાન કૉંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે પણ જયપુર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના જ છે. રાજસ્થાનમાં કૉંગ્રેસની સત્તા હોવાથી મહારાષ્ટ્રના ધારાસભ્યોને ત્યાં લઈ જવાયા છે.

આ પહેલા કર્ણાટકના ધારાસભ્યોને પણ માઉંટ આબુ લવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details