જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ખડભડાટ વચ્ચે મુખ્યપ્રધાન અશોક ગેહલોત પહેલીવાર મીડિયા સમક્ષ હાજર થયા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા બાદ તેમણે મીડિયાને કહ્યું કે જે થઈ રહ્યું છે તે એક દિવસની વાત નથી. છેલ્લા છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, સતત ભાજપ તરફથી સરકારને નીચે લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાજપ આવું દુષ્ટ કૃત્ય કરી રહી છે.
મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું કે, 'આજે જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટનું પદ કાઢી નાખવું, કે પર્યટન પ્રધાન વિશવેન્દ્ર સિંહ અને અન્ન પ્રધાન રમેશ મીણાનું પદ હટાવવું, તે મારી ફરિયાદ પર નહીં પરંતુ હાઈકમાન્ડે લીધેલા નિર્ણય પર છે.