જસ્ટિસ અરૂણ મિશ્રાની નેતૃત્વ વાળી 3 જજોની બેંચ દ્વારા ત્રણ સંસ્થાઓના પ્રમુખોને બપોરના 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સાથે વિચાર વિમર્સ જજોની ચેમ્બરની અંદર થશે. આ મામલે આગળની વાતચીત માટે આ બેંચ ફરીથી બપોરે ત્રણ વાગે બેઠક કરશે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપો અંગેની તપાસ માટે કોર્ટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિનું નિર્માણ કર્યું છે. આ સમિતિમાં કોર્ટે ત્રણ સિટિંગ જજ જસ્ટિસ એસ એ બોબડે, એન વી રમન અને ઇન્દિરા બેનર્જી શામેલ છે. ગોગોઇ પછી બોબડે સૌથી સિનિયર જજ છે.
આ તપાસ શુક્રવારના રોજ શરૂ થશે જે ન્યાયિક નહિં માત્ર એક વિભાગીય તપાસ છે. આ મામલે કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટિસ ફટકારી છે, કારણ કે ઉત્સવે આક્ષેપ કર્યા હતા કે, CJIના વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેના માટે રિશ્વત આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્સવને બેંસને વકીલને બુધવારના રોજ ખાનગી રીતે હાજર રહેવા જણાવ્યું હતું. જેના પાછળનું મુખ્યકારણ બેંસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. રંજન ગોગોઇને મોટી ષડયંત્રના ભાગે જાતિય સતામણીના કેસમાં ફસાવવામાં આવી રહ્યાં છે. બેંસનો આરોપ છે કે, જેટ ઍરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઇ શકે છે. જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વ વાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યો વાળી બેંચે બેંસને નોટીસ જાહેર કરીને કહ્યું હતું કે તે કોર્ટમાં હાજર થઇને પોતાના દાવાઓના પક્ષમાં સબૂત રજુ કરશે.
એડવોકેટ ઉત્સવ બેંસ દ્વારા કોર્ટને કોર્ટમાં રજુ કરવામાં આવેલા હલફનામામાં કહેવામાં આવ્યું હતું કે, ચીફ જસ્ટીસ પર જાતિય સતામણીના આરોપ લગાવવામાં દિલ્હીના એક 'ફિક્સર' રોમેશ શર્માને હાથ હતો. જેથી ચીફ જસ્ટીસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકે.