ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જરુર પડશે તો હું પોતે જમ્મુ કાશ્મીરમાં જઈશ: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ જમ્મુ કાશ્મીર હાઈ કોર્ટ પાસે લોકોને કોર્ટમાં આવતા જે મુશ્કેલી પડી રહી છે તેને લઈ રિપોર્ટ માગ્યો હતો. સાથે સાથે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, જો જરુર પડશે તો હું પોતે ત્યાં જઈશ.વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધોને લઈ સ્થાનિક લોકોને કોર્ટમાં પહોંચવામાં અનેક મુસિબતોનો સામનો કરવો પડે છે. જેને લઈ મુખ્ય ન્યાયમૂર્તીએ કહ્યું હતું કે, જરુર પડશે તો હું પોતે જમ્મુ કાશ્મીરમાં જઈશ અને ત્યાં તપાસ કરીશ, હું ત્યાંના મુખ્ય ન્યાયધીશ સાથે વાત કરીશ.

latest news of chief justice of india

By

Published : Sep 16, 2019, 5:17 PM IST

અહમદીએ બાળ અધિકાર કાર્યકર્તાઓ ઈનાક્ષી ગાંગુલી અને શાંતા સિન્હા તરફથી કોર્ટમાં રાખવામાં આવેલા પક્ષને રજૂ કર્યો હતો. બંનેએ પોતાની અરજીમાં જમ્મુ અને કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો 370 હટાવ્યા બાદ રાજ્યોમાં બાળકોની ગેરકાનૂની નજરબંધીનો વિરોધ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો લોકો ન્યાય મેળવવા માટે તકલીફ ભોગવી રહ્યા છો, તો આ ગંભીર બાબત છે.

વકીલે આગળ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતીને જોતા હાઈ કોર્ટમાં જવું શક્ય નથી. જેને પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે એવું નિવેદન આપ્યું છે કે, તમે જમ્મુ કાશ્મીર કોર્ટમાં પહોંચી શકતા નથી. હાઈકોર્ટ સુધી ન પહોંચી શકવું એ ગંભીર બાબત છે.

ગોગોઈએ વકીલને એવું પણ કહ્યું કે, જો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી જાણકારી ખોટી હશે તો તેનું પરિણામ પણ ભોગવવું પડશે.

ABOUT THE AUTHOR

...view details