સુનાવણી દરમિયાન સીબીઆઈ તથા ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે, INX મીડિયા મામલે તપાસમાં ચિદંબરમ સાથે પૂછપરછ કરવા માટે તેમની ધરપકડ કરવી જરૂરી છે. અહીં સુનાવણી દરમિયાન ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, પી. ચિદંબરમ પૂછપરછ દરમિયાન ખાંખાખોળા કરી રહ્યા હતા તથા તેમણે જાણકારીમાં કોઈ ખુલાસો આપ્યો નથી. એટલા માટે તેમની ધરપકડ કરવી જરૂરી બને છે.
INX મીડિયા કેસ: પૂછપરછ માટે ચિદંબરમના ઘરે પહોંચી CBI - INX મીડિયા
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા ડીલ મામલે પૂર્વ નાણા પ્રધાન પી. ચિદંબરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટીસ સુનીલ ગૌરએ આ કેસમાં સુનાવણી કરી હતી. હવે પી. ચિદંબરમને ટ્રાયલ કોર્ટમાં જવું પડશે. INX મીડિયા ડીલના કેસમાં આજે દિલ્હી હાઈકોર્ટે પૂર્ણ નાણાપ્રધાન પી. ચિદંબરમની આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ સીબીઆઈ તેમના નિવાસ સ્થાને પૂછપરછ કરવા પહોંચી છે.
ચિદંબરમ તરફથી નિમણૂંક વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ચિદંબરમને જૂન 2018માં ફક્ત એક વાર સીબીઆઈમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. તથા એફઆઈઆરમાં પણ આરોપી તરીકે તેમનું ક્યાંય નામ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં જે પાંચ આરોપી છે તેમાંથી ચાર આરોપી તો જામીન પર બહાર છે.
આપને જણાવી દઈએ કે, INX મીડિયા કેસમાં સીબીઆઈએ 15 મે 2017ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ છે કે, નાણાપ્રધાન રહેતા સમયે ચિદંબરમે 2007માં INX મીડિયાને 305 કરોડનું વિદેશી ભંડોળ અપાવવા માટે ફોરેન ઈન્વેસ્ટમેંટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી લેવામાં કૌભાંડ થયું છે. ત્યાર બાદ 2018માં ઈડીએ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો હતો.