ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેલમાં ઘટ્યુ 4 કિલો વજન, તો ચિદમ્બરમે માગ્યુ ઘરનું ભોજન - ex finannce minister

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની અરજી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકારી લીધી છે. આ અરજીમાં ચિદમ્બરમે જેલમાં ઘરના ભોજનની માગ કરી હતી. કોર્ટે તેમની આ અરજી સ્વીકારી લીધી છે. 42 દિવસના જેલવાસ દરમિયાન ચિદમ્બરનું 4 કિલો વજન ઘટી ગયુ છે.

ચિદમ્બરમ

By

Published : Oct 4, 2019, 8:05 AM IST

અગાઉ ચિદમ્બરમે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેમને જેલના ભોજનની આદત નથી. જેથી તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તેમનું વજન પણ ચાર કિલો ઘટી ગયું છે.

જામીન અરજીમાં કહેવામાં આવ્યું કે, ચિદમ્બરમે 42 દિવસથી કેદમાં છે, જેમાં 15 દિવસ તો CBIની કસ્ટડીના છે. જેથી સતત કસ્ટડીમાં રહેવું સજાનો ભાગ છે. કારણ કે, તપાસના ઉદેશ્ય માટે તેમને કસ્ટડીમાં રાખવા જરૂરી છે.

આ પણ વાંચો...INX મીડિયા કૌભાંડઃ 17 ઑક્ટોબર સુધી ચિદમ્બરમ ન્યાયિક કસ્ટડીમાં..

INX મીડિયા મામલામાં ત્રણ દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટે પી. ચિદમ્બરમની જામની અરજી ફગાવી હતી. જે બાદ તેઓ ગુરુવારે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યાં હતા.

આ પણ વાંચો...ચિદમ્બરમની સંતાકૂકડી બાદ CBIનો થપ્પો, જાણો શું છે INX મીડિયા કેસ?

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ એન.વી રામનાની અધ્યક્ષતા વાળી બેંચની સામે અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ રામનાએ કહ્યું કે, પૂર્વ નાણાપ્રધાનની અરજી અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સુનાવણી કરશે અને અરજી પર વિચાર કરવા માટે CJI પાસે મોકલવામાં આવશે.

નોંધનીય છે કે, CBI 21 ઓગસ્ટે ચિદમ્બરમની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details