કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ INX મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડીમાં છે. સુત્રોના જણાવ્યાં અનુસાર, ચિદમ્બરમની તબિયત લથડી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોકલવાની જરૂર છે. ક્રોન્સ રોગ આતરડામાં બળતરાને લગતી સમસ્યા છે, જે પેટ અને આંતરડાના સિસ્ટમના કોઈપણ ભાગને મોંઢાથી ગુદા સુધી અસર કરી શકે છે. આ રોગના લક્ષણોમાં પેટમાં દુખાવો, અતિસાર તાવ અને વજનમાં ઘટાડો સામેલ છે.
INX કેસ: દિલ્હીની અદાલતે ચિદંબરમને 13 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા - AIMS
નવી દિલ્હીઃ INX મીડિયા કેસના ભૂતપૂર્વ પ્રધાન પી.ચિદંબરમની મુશ્કેલીઓ વધતી જ જાય છે. આ જ ક્રમમાં બુધવારના રોજ ચિદંબરમે દિલ્હી હાઈકોર્ટમાં આરોગ્યને લઈ માંગેલા વચગાળાના જામીન માટેની તેમની અરજી નામંજૂર કરી હતી. તેમજ તેમને 13 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
chidambaram suffers from crohns disease
ચિદંબરમને સોમવાર સવારે રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતાં, ત્યાંથી તેમને AIMS ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જો કે રાત સુધીમાં તો તેમને રજા આપી દેવામાં આવી હતી. થોડા દિવસો પહેલા તેમની જામીન અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં આવી, ત્યારે તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને માહિતી આપી હતી કે, કોંગ્રેસ નેતાને તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, ત્યાં તેમનું પાંચ કિલો વજન ઓછું થયું છે.
Last Updated : Oct 30, 2019, 6:58 PM IST