ચિદમ્બરમનો કેસ લડતા વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ એન.વી રમણની આગેવાની વાળી બેંચની સામે તાત્કાલિક સૂચિબદ્ધ કરવાના મામલાનો ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ કૃષ્ણા મુરારી પણ આ બેંચમાં શામેલ છે. બેંચે કહ્યું કે, મામલો સૂચિબંદ્ધ કરવાના સંબધમાં નિર્ણય લેવા માટે ચિદમ્બરમની અરજી મુખ્ય જસ્ટિસ રંજન ગોગોઈની પાસે મોકલવામાં આવશે. કોંગ્રેસ નેતાન આ સમયે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ ચે.