ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિદંબરમની જામીન અરજી ફગાવી દેનારા જજને મળ્યું બહુમાન - inx mdeia

નવી દિલ્હી: દિલ્હી હાઈોકોર્ટના જજ જસ્ટિસ સુનીલ ગૌરે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમની જામીન અરજી પોતાની નિવૃતિના બે દિવસ પહેલા જ રદ કરી દીધી હતી. તેમને હવે પ્રીવેંસન ઓફ મની લોંડરીંગ એક્ટ માટે અપીલેટ ટ્રિબ્યૂનલના અધ્યક્ષ બનાવી દીધા છે. આ ટ્રિબ્યૂનલમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યો હોય છે. જેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં છે.

file

By

Published : Aug 28, 2019, 9:08 PM IST

ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાપ્રધાનની જામીન અરજી રદ કર્યા બાદ સીબીઆઈને તેમની ધરપકડ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

હાઈકોર્ટે તેમની જામીન અરજી રદ કરતા કહ્યું હતું કે ,આ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્યોના આધાર પર કહી શકાય કે, ચિદંબરમ મુખ્ય આરોપી છે.

તેમણે આ કેસનો મની લોન્ડરીંગનો અલગ જ કેસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, જો આ કેસમાં જામીન આપવામા આવશે તો સમાજમાં ખોટો સંદેશો જશે.

અહીં મહત્વનું છે કે, ગૌર પ્રીવેંશન ઓફ મની લોંન્ડરીંગ એક્ટના અપીલેટ ટ્રિબ્યૂનલનું મુખ્ય પદ 23 સપ્ટેમ્બરના રોજ ગ્રહણ કરશે.

ABOUT THE AUTHOR

...view details