છત્તીસગઢ: છત્તીસગઢ યુથ કોંગ્રેસ અધ્યક્ષ પૂર્ણચંદ કોકોપાઢીએ સોમવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ FIR નોંધાવી હતી. કોકોપાઢીએ જણાવ્યું હતું કે, રવિવારે સંબિત પાત્રાએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ભૂતપુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.
કોકોપાઢીએ જણાવ્યું હતુ કે, સંબિત પાત્રા પાસે આવા કોઈ પુરાવા નથી. આ આક્ષેપ સંપૂર્ણપણે રાજકારણથી પ્રેરિત છે. તેઓ આવા ખોટા આક્ષેપો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, જેને યુથ કોંગ્રેસ સહન નહીં કરે.
છત્તીસગઢ યુવા કોંગ્રેસ પ્રમુખ પૂર્ણચંદ કોકોપાઢીએ સંબિત પાત્રા વિરુદ્ધ FIR નોંધાવી પોલીસના જણાવ્યા મુજબ, 10 મેના રોજ પાત્રાએ ટ્વીટ કરીને કાશ્મીર મુદ્દે અને 1984ના શીખ વિરોધી રમખાણો અને બોફોર્સ કૌભાંડના બનાવોને લઇને પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી પર ખોટા આરોપ મૂક્યા હતા. પોલીસને નોંધાયેલી ફરિયાદમાં કોકોપાઢીએ જણાવ્યુ હતું કે, ભુતપૂર્વ બંને વડાપ્રધાનોને કોઈપણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા નથી.
દેશ જ્યારે કોવિડ -19 જેવા પડકારો સામે લડી રહ્યો છે, ત્યારે આ પ્રકારનું ટ્વિટ વિવિધ ધાર્મિક જૂથો, સમુદાયો વચ્ચેની સંવાદિતા માટે માત્ર નુકસાનકારક જ નથી, પરંતુ કોમી વૈમનસ્ય પણ ઉભું કરી શકે છે.