ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ: ભૂતપૂર્વ CM રમણસિંહની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - ભૂતપૂર્વ CM રમણસિંહની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભૂતપૂર્વ સીએમ ડો.રમનસિંહની પત્ની શ્રીમતી વીણા સિંહનો કોવિડ -19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉકટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ CM રમણસિંહ
ભૂતપૂર્વ CM રમણસિંહ

By

Published : Aug 12, 2020, 5:28 PM IST

રાયપુર (છત્તીસગઢ): ભૂતપૂર્વ સીએમ ડો.રમનસિંહની પત્ની શ્રીમતી વીણા સિંહનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડૉક્ટર રમનસિંહે ટવીટ કરીને લખ્યું છે કે જે કોઇ તેમની સંપર્કમાં આવ્યા હોય, તો તેમણે પણ આઇસોલેશનમાં રહેવું જોઇએ. અન્ય સભ્યોએ પણ રિપોર્ટ કરાવીને ક્વોરેન્ટાઇન રહેવું જોઇએ.

ભૂતપૂર્વ CM રમણસિંહનું ટ્વિટ

નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર હવે વધી રહ્યો છે. ખાસ કરીને જ્યારે રાજધાની રાયપુરની વાત કરીએ તો પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

અહીં માત્ર સામાન્ય લોકો જ નહીં પણ વીઆઇપી લોકો પર પણ કોરોનાનો ભય સતત વધી રહ્યો છે. રાજભવન, સીએમ હાઉસ, આરોગ્ય પ્રધાનના બંગલામાં પણ કોરોના દર્દીઓ મળી રહ્યા છે.

પૂર્વ અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ સહિત તેમનો આખો પરિવાર કોરોનાની પકડમાં છે, અને હવે કોરોનાની એન્ટ્રી પણ પૂર્વ સીએમ ડો.રમનસિંહના બંગલામાં થઈ ગઈ છે.

તેમની પત્ની વીણાસિંહનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ડો.રમનસિંહે પોતા આ અંગે માહિતી આપી છે.

ABOUT THE AUTHOR

...view details