ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં કોરોના વાયરસની અસર, દર્દી પટના હોસ્પિટલમાં દાખલ - બિહારમાં કોરોના વાઇરસની અસર

ચીનમાં ફેલાયેલ કોરોના વાયસરની અસર ભારતમાં પણ જોવા મળી છે, જેમાં બે કેસ મુંબઇમાં નોધાયા છે. સ્વાસ્થ વિભાગે બિહારના ગયા એરપોર્ટ પર પૂર્વ એશિયાથી આવનાર મુસાફરો પર ધ્યાન રાખવાની સલાહ આપી એરપોર્ટ ઓથોરિટીને સાવચેત રહેવાનું સૂચન કર્યું છે.

બિહારમાં કોરોના વાઇરસની અસર, એક વ્યક્તિ પટના હોસ્પિટલમાં દાખલ
બિહારમાં કોરોના વાઇરસની અસર, એક વ્યક્તિ પટના હોસ્પિટલમાં દાખલ

By

Published : Jan 27, 2020, 10:48 AM IST

બિહાર/છપરાઃ ચીન બાદ કોરોના વાયરસની અસર બિહારમાં પણ જોવા મળી છે, બિહારમાં છપરાના શાંતિનગરની રહેવાસી એક છોકરીમાં આ વાઇરસના લક્ષણ જોવા મળ્યા છે, આ છોકરી ચીનથી શિક્ષણ પૂર્ણ કરી 22 જાન્યુઆરીના રોજ ભારત પરત ફરી છે. આ છોકરીને છપરાની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને પટનાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

બિહારમાં કોરોના વાઇરસની અસર, એક વ્યક્તિ પટના હોસ્પિટલમાં દાખલ

ચીનના વિહાંગ શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસની જાણકારી મળ્યા બાદ બિહાર સ્વાસ્થ વિભાગે એક એડવાઇજરી જાહેર કરી છે, કેન્દ્ર સરકારે દરેક રાજ્યને એડવાઇજરી રજૂ કરી છે, જેને સ્વાસ્થ વિભાગના દરેક જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, સ્વાસ્થ વિભાગે દરેક જિલ્લાઓમાં પરિવાર કલ્યાણ અધિકારી અને દરેક સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સને આ મામલે સતર્ક રહેવાની આદેશ આપ્યાં છે.

સ્વાસ્થ વિભાગે ગયા એરપોર્ટ પર આવનાર પૂર્વાત્તર એશિયાના લોકો પર ધ્યાન રાખવાની સલાહ એરપોર્ટ એથોરોટીને આપી છે. આ સંબંધમાં એરપોર્ટના પ્રધાન સચિવ સંજય કુમારએ જણાવ્યું કે, બિહારમાં ચીનથી ફરવા લોકો આવતા રહે છે. બીજા એક અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે, આ વાયરસથી ચીનમાં લગભગ 21 લોકોના મોત થયા છે. જ્યારે 800 લોકમાં વાયરસની અસર જોવા મળી છે, વધુમાં જણાવ્યું કે, આ વાયરસના કારણે લોકોને ગભરાવાની જરૂર નથી ફક્ત સતર્ક રહેવાની જરૂર છે.

કોરોના વાયરસ 2019-nCoV સીફૂડ ખાવાના કારણે ફેલાય છે. આ વાયરસ જાનવરથી માણસોમાં ફેલાઇ રહ્યો છે, લોકોના સંપર્કમાં આવવાથી થાય છે. એક બીજા સાથે હાથ મેળવવાથી પણ આ થઇ શકે છે, વાયરસનો અસર થયેલ વ્યક્તિને અડવાથી અને ત્યારબાદ તેને પોતાના મોઢા, નાક, કાન વગેરે ભાગે અડવાથી પણ આ વાયરસની અસર થઇ શકે છે.

આ વાયરસમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો વગેરે લક્ષણો સામેલ છે. જે થોડા દિવસો સુધી રહી શકે છે. ફેફસામાં સોજો આવવો, નિમોનીયા, છીંક આવવી, અસ્થમાનું બગડવુ પણ લક્ષણ હોઇ શકે છે. હાલ અત્યાર સુધીમાં આ વાયરસના બે જ રોગી મળ્યા છે અને તે બન્ને મુંબઇના છે.

ABOUT THE AUTHOR

...view details