ચૈન્નઇઃ 27 મેના દિવસે કેરળના પલક્કડ જિલ્લામાં માનવ ક્રુરતાનો શિકાર થયેલી હાથણીને ચૈન્નઇની એક શાળાના સ્ટાફ દ્વારા મીણબતી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કેરળમાં ગર્ભવતી હાથણીના મોત બાદ વન્ય જીવોની સાથે થનારી માનવ ક્રુરતાને લઇને એક નવી જંગ ચાલી છે. દેશના અલગ-અલગ ભાગોમાં હાથણીને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ કડીમાં ચૈન્નઇની એક શાળામાં કર્મચારીઓને હાથણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
એવરવિન શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ 27 મેએ માનવ ક્રુરતાનો શિકાર થયેલી હાથણીને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે મીણબતી સળગાવી હતી. મીણબતી સળગાવા ઉપરાંત કર્મચારીઓએ પલક્કડમાં થયેલા અમાનવીય કૃત્ય માટે માફી પણ માગી હતી. તેમણે લખ્યું- 'વી આર સોરી'