ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુવાવર્ગમાં 'ફ્રોસ્ક' અને 'લેમ્બોર્ગિની' તરીકે ઓળખાતું ડ્રગ્સ કસ્ટમે ઝડપ્યું - ફ્રોસ્ક

ચેન્નઈ કસ્ટમ્સે બાતમીના આધારે નેધરલેન્ડથી બે કુરિયર કબજે કર્યા છે અને રૂ.16 લાખની 540 ડ્રગ્સની ટેબ્લેટ કબજે કરી છે.

chennai custom siezd narcotics tablets
યુવાવર્ગમાં 'ફ્રોસ્ક' અને 'લેમ્બોર્ગિની' તરીકે ઓળખાતું ડ્રગ્સ કસ્ટમે ઝડપ્યું

By

Published : Jul 9, 2020, 10:29 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના કસ્ટમ પ્રવક્તાએ કહ્યું કે, કસ્ટમ્સ અધિકારીઓને પાર્સલમાં નશીલા પદાર્થો હોવાની શંકા હતી. જે બાદ અધિકારીઓએ પાર્સલ કબજે કરી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્સલમાં 490 લીલી ગોળીઓ મળી આવી હતી તેને સામાન્ય રીતે "ફ્રોસ્ક" તરીકે ઓળખવામાં આવે છે . બીજા પાર્સલમાંથી નારંગી રંગની 50 ગોળીઓ મળી આવી હતી, જેને "લેમ્બોર્ગિની" તરીકે ઓળખવામાં આવે છે.

આ ટેબ્લેટ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. ફ્રોસ્કની દરેક ટેબ્લેટમાં 160 મિલિગ્રામ માદક પદાર્થો હોય છે, જ્યારે લેમ્બોર્ગિનીમાં દરેક ટેબ્લેટમાં 200 જેટલી માદક દ્રવ્યો હોય છે. આ ગોળીઓને યુવા પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાર્સલ પર અધૂરું અને ખોટું સરનામું હતું. કસ્ટમના અધિકારીઓએ જ્યારે પાર્સલ પર લખેલા સરનામાંની તપાસ કરી ત્યારે તેઓ ચેન્નાઈ શહેરના હતા. જે અધૂરી અને ખોટી હતી. જો કે, ચેન્નાઈ કસ્ટમ્સ હજુ તપાસ કરી રહ્યું છે કે આ માલ કોના નામ પર આવ્યો છે. કસ્ટમ અધિકારીઓએ એનડીપીએસ એક્ટ 1985 અંતર્ગત આ ડ્રગ્સની ટેબ્લેટ ઝડપી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details