ચેન્નઇ : દેશમાં પહેલી વાર કોઇ પાઇલટનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો ટેસ્ટ રિપોર્ટ 28 માર્ચના રોજ સામે આવ્યો હતો. જો કે આ વર્ષે માર્ચ મહીનામાં તેમણે કોઇ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી ન હતી. તેમની છેલ્લી ઉડાન ઘરેલું હતી, જે તેણે 21 માર્ચે ચેન્નઇથી દિલ્લી જવા માટે ઉડાન ભરી હતી. તે પછી તેણે પોતાને પોતાના ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રાખ્યો છે.
પાઇલટના સંપર્કમાં આવેલા તમામ ક્રૂ મેમ્બરો અને સ્ટાફને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલુ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જેથી કોરોનાનો ચેપ વધુ ન ફેલાય. વહીવટી તંત્ર દ્નારા ચેપગ્રસ્ત પાઇલટને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી આગળ કોઇ મુશ્કેલી ઉભી ન થાય.