ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૈન્નઇ: કોરોના હેલ્મેટ પહેરીને રસ્તાઓ પર ઉભેલી પોલીસ ફેલાવી રહી છે જાગૃતતા - Gujarati News

કોરોના વાઇરસને કારણે લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે. દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ચૈન્નઇ પોલીસ લોકોમાં જાગૃતતા ફેલાવી રહી છે. કોરોના હેલમેટ પહેરીને રસ્તાઓ પર પોલીસકર્મીઓ ઉભા રહીને ભયને બદલે સાવચેતી જાળવવા જણાવી રહી છે.

Etv BHarat, GUjarati News, Chennai Police, Corona Virus, Corona Helmet
Corona Effect

By

Published : Mar 28, 2020, 7:32 PM IST

ચૈન્નઇ : શહેર પોલીસ કોરોના હેલમેટ પહેરીને આ મહામારીને લઇને લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે. સમગ્ર દુનિયા સહિત ભારતમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસને લઇને જાગૃતતા ફેલાવવા માટે ચૈન્નઇ પોલીસે અનોખી રીત અજમાવી છે.

જો કે, સ્થાનિક કલાકારે આ કોરોના હેલમેટ તૈયાર કર્યું છે. જેને પહેરીને પોલીસ લૉકડાઉન દરમિયાન લોકોને રસ્તા પર ન નીકળવા અપીલ કરી રહી છે. ખાસ કરીને ચૈન્નઇ પોલીસ આ હેલમેટનો ઉપયોગ મોટર ચાલક પર પ્રભાવ લાવવા કરી રહી છે.

જણાવી દઇએ તો કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાને રાખીને દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. તે દરમિયાન તમામ પોલીસકર્મીઓ રસ્તાઓ પર 24 કલાક સેવા આપી રહ્યા છે. તેવામાં ચૈન્નઇ પોલીસ પોતાની ડ્યુટીની સાથે-સાથે કોરોના હેલમેટ પહેરીને લોકોમાં જાગૃતતા ફેલાવી રહી છે.

આ ઉપરાંત બિહારની રાજધાની પટનાને કોતવાલી થાનામાં સબ-ઇન્સપેક્ટ નવીન કુમાર ઝા રસ્તા પર નીકળીને લોકોને લાઠીચાર્જ કરીને નહીં, પરંતુ હાથ જોડીને સમજાવીને પરત મોકલી રહ્યા છે. લૉકડાઉન લાગુ થયા બાદ નવીન કુમાર ઝાની ડ્યુટી પટનાના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પર લાગી હતી, જ્યાં તે સતત અનાવશ્યક રસ્તાઓ પર ઉતરનારા લોકોને પરત મોકલી રહ્યા છે.

Corona Effect
Corona Effect

પોતાની ડ્યુટી દરમિયાન નવીન કુમાર ઝા સતત એવા લોકોની સામે હાથ જોડીને તેમને સમજાવતા નજરે પડ્યા હતા. જે કોઇ કારણ વગર રસ્તા પર ફેરા કરી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details