બરેલી : જિલ્લાના એક વિસ્તારમાં લોકોને રસ્તા પર બેસાડી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તેના પર કેમિકલનો વરસાદ કર્યો હતો. આ સમયે કેટલાક લોકોની આંખમાં બળતરા થવા લાગી હતી. આ તમામ લોકો દિલ્હી, નોઇડા, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાંથી આવ્યા હતાં.
હાય રે તંત્ર, ઉત્તર પ્રદેશના બરેલીમાં લોકો પર સેનેટાઇઝને બદલે કેમિકલનો વરસાદ - corona virus havoc
ઉતર પ્રદેશના બરેલી જિલ્લામાં કોરોના વાઇરસથી બચવા માટે લોકોના જીવ સાથે રમત રમાઇ છે. આ સમયે જિલ્લાના એક વિસ્તારમાં સેનેટાઇઝરના નામે લોકો પર ફાયર બ્રિગેડે કેમિકલનો વરસાદ કર્યો હતો. જેનાથી તમામ લોકોની આંખ પર અસર પહોંચી હતી.
બરેલીમાં લોકો પર સેનેટાઇઝને બદલે કેમિકલનો વરસાદ
રવિવારે બરેલીમાં કોરોના વાઇરસનો પ્રથમ પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો, ત્યારબાદ પસાર થયેલા તમામ સ્થળોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે ટ્રાફીક પોલીસ અને ફાયર વિભાગની ટીમે બસ સ્ટેન્ડ વિસ્તારને કેમિકલથી સાફ કરવામાં આવ્યો હતો. આ સમયે લોકડાઉન વચ્ચે પોતાના વતન તરફ પરત ફરી રહેલા લોકોને રસ્તા પર જ રોક્યા હતા, ત્યારબાદ આ તમામ લોકો પર કેમિકલનો વરસાદ કર્યો હતો. જેના પગલે લોકોની આંખમાં કેમિકલ પ્રવેશતાની સાથે જ બળતરા થવા લાગી હતી.