ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના મુખ્યપ્રધાને કોરોના વોરિયર ડો. જોગીન્દર ચૌધરીના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યો

કોરોના દર્દીઓની સારવાર કરવા માટે ડોક્ટર તેમના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવી રહ્યા છે. આમા ઘણા દર્દીઓના જીવ બચાવવાના પ્રયાસમાં ડોક્ટર પોતે કોરોનાની ઝપેટમાં આવ્યા અને તેમનું મોત થયું હોય. આવા કોરોના વોરિયર્સ માટે, દિલ્હી સરકારે એક કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કોરોના વોરિયર ડો.જોગિન્દર સિંહના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

દિલ્હીના મુખ્યપ્રધાને કોરોના વોરિયર ડો. જોગીન્દર ચૌધરીના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યા
દિલ્હીના મુખ્યપ્રધાને કોરોના વોરિયર ડો. જોગીન્દર ચૌધરીના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યા

By

Published : Aug 3, 2020, 10:25 PM IST

નવી દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ સન્માનની રકમનો ચેક ડો.જોગીન્દરસિંહના પિતાને તેમના નિવાસ સ્થાને આપ્યો હતો. મુખ્યપ્રધાનએ પણ આ વિશે ટ્વીટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે, 'દિલ્હી સરકારી હોસ્પિટલમાં તૈનાત અમારા કોરોના વોરિયર ડો. જોગીન્દર ચૌધરીએ તેમના જીવનને દાવ પર લગાવીને દર્દીઓની સેવા કરી હતી. તાજેતરમાં, ડો.ચૌધરીનું કોરોના સંક્રમણથી નિધન થયું હતું.

મુખ્યપ્રધાનએ લખ્યું છે કે, 'આજે તેમના પરિવારના સભ્યોને મળીને એક કરોડ રૂપિયાની સહાય રકમ આપી હતી. અમે પરિવારને દરેક શક્ય મદદ કરીશું. નોંધનીય છે કે, 27 જુલાઈના રોજ ડો.જોગીન્દર સિંહનું અવસાન થયું હતું. તે દિલ્હી સરકારની હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લગભગ એક વર્ષથી કામ કરી રહ્યા હતા. 23 જુલાઇના રોજ તાવ આવ્યા પછી ડો.જોગિન્દરસિંઘે ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો.

દિલ્હીમાં મેડિકલ સ્ટાફ સતત કોરોનાનો શિકાર બની રહ્યો છે. આ પહેલા 30 જુલાઈએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કોરોના વોરિયર ડો.જાવેદ અલીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને એક કરોડનો ચેક આપ્યો હતો. 42 વર્ષીય ડો.જાવેદ અલી દિલ્હી સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ બેગમપુરની એક હોસ્પિટલમાં કરાર પર કાર્યરત હતા. ફરજ દરમિયાન તેમને સંક્રમણ લાગ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details