નવી દિલ્હી : આગાઉ 12 ઓક્ટોબરના રોજ NEET નું પરિણામ જાહેર થાય તેવી આશા હતી. જોકે કોવિડ -19 ના કારણે NEET ઉમેદવારોને તક આપવા માટે પરીક્ષાનું પરિણામ 16 ઓક્ટોબરના રોજ નક્કી કરાયું.
સુપ્રીમ કોર્ટે NTAને 14 ઓક્ટોબરે પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી. આ એવા વિદ્યાર્થીઓ હતા જેઓ કોરોનો સંક્રમિત અને કંન્ટેનમેન્ટ વિસ્તારમાં હોવાથી પરીક્ષા આપી ન શક્યા.
NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા માટે 15.97 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
કોરોના સંક્રમિત અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા હોવાથી તેમને છુટ આપવામાં આવી હતી અને 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા પૂર્ણ થઇ હતી.સુપ્રીમ કોર્ટે 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી.