ગુજરાત

gujarat

ETV Bharat / bharat

OLX દ્વારા દિલ્લીના મુખ્યપ્રધાનની પુત્રી સાથે છેતરપિંંડી - છેતરપિંડી ન્યૂઝ

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી સાથે OLX પર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તેણે OLX પર અમુક ચીજવસ્તુઓ વેચવા મૂકી હતી જે પછી તેને એક QR-કોડ મળ્યો હતો, આ કોડ સ્કેન કરવાથી તેના બેંક ખાતામાંથી રુપિયા કપાઇ ગયા હતા અને તે છેતરપિંડીનો ભોગ બની હતી.

મુખ્યપ્રધાનની પુત્રી ઓનલાઈન છેતરપિંડીનો બની ભોગ
મુખ્યપ્રધાનની પુત્રી ઓનલાઈન છેતરપિંડીનો બની ભોગ

By

Published : Feb 8, 2021, 5:26 PM IST

Updated : Feb 8, 2021, 6:06 PM IST

  • મુખ્યપ્રધાનની પુત્રી ઓનલાઈન છેતરપિંડીનો બની ભોગ
  • olx પર માલ મૂક્યો હતો વેચવા
  • બેંક ખાતામાંથી રકમ કપાઈ

નવી દિલ્લી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી સાથે OLX પર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. OLX પર અમુક ચીજવસ્તુઓ વેચતા સમયે, તેને એક QR-કોડ મોકલ્યો હતો જે સ્કેન કરવાથી તેના બેંક ખાતામાંથી રુપિયા કપાયા હતા. આ સમગ્ર ઘટના બાબતે દિલ્હી પોલીસના સાયબર સેલમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. પોલીસે હાલમાં આ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુખ્યપ્રધાનની પુત્રી સાયબર ક્રાઈમનો ભોગ બની

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી તેમની સાથે સરકારી નિવાસમાં રહે છે. હાલમાં જ તેણે તેની કેટલીક સામગ્રી OLX પર વેચવા માટે મૂકી છે. તેને ખરીદવા માટે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે મુખ્યપ્રધાનની પુત્રીને કહ્યું કે, તેઓ એકવાર કોડ મોકલી રહ્યા છે અને તેને સ્કેન કર્યા પછી તેમને તેમના બેન્કનાં ખાતામાં પૈસા મળશે પરંતુ તેને સ્કેન કરવાને બદલે તેના બેંક ખાતામાંથી રકમ કાપવામાં આવી હતી. તેણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસનું કહેવું છે કે હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Last Updated : Feb 8, 2021, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details