કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું હતું. ભૂપેશ બઘેલના નિવેદન પર નકવી ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસી નેતાઓ માનસિક પીડિત છે.
ગાંધી અને ગોડસે પર ભાજપ-કોંગ્રેસ આમને સામને, નકવીએ ભૂપેશ બઘેલને આપ્યો વળતો જવાબ
નવી દિલ્હી: છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે RSS અને BJP પર આપેલા નિવેદન પર કેન્દ્રીય પ્રધાન નકવી ગુસ્સે થયા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસી નેતાઓ માનસિક રીતે પીડાય રહ્યા છે.
વધુમાં નકવીએ કહ્યું કે, બઘેલ એક મોટા નેતા છે, જો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા આ પ્રકારની ટિપ્પણી કરે, તો જૂનિયર નેતા કેવી ટિપ્પણી કરી શકે ! થોડા દિવસો પહેલા ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, BJP અને RSS મહાત્મા ગાંધીને મહત્વ આપવાની વાતનો સ્વીકાર ત્યારે કરશે, જ્યારે બંને પક્ષ 'ગોડસ મુર્દાબાદ' ના નારા લગાવશે. ઘેધેલે વધુમાં કહ્યું હતું કે, ત્યારે હું માનીશ કે, નરેન્દ્ર મોદી એક સાચા ગાંધીવાદી છે. જ્યારે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે, જે લોકો ઘરમાં ગોડસેની મૂર્તિઓ રાખે છે.