ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇ થી શરૂ થશે ચારધામ યાત્રા

ત્રિવેન્દ્ર સરકારે 1 જુલાઇથી ચારધામ યાત્રાને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેતા કોઈપણ વ્યક્તિ માટે ચારધામ યાત્રાની મંજૂરી આપવામાં આવશે નહીં.

1 જુલાઇ થી શરૂ થશે ચારધામ યાત્રા
1 જુલાઇ થી શરૂ થશે ચારધામ યાત્રા

By

Published : Jun 29, 2020, 10:49 PM IST

દહેરાદૂન: મોટો નિર્ણય લેતા ત્રિવેન્દ્ર સરકારે 1 જુલાઇથી ચારધામ યાત્રાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત રાજ્યના ભક્તો જ ચારધામ યાત્રા કરી કરી શકશે. યાત્રાને લઇ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે એસઓપી જારી કરી છે. ચારધામ આવતા યાત્રાળુઓને શરતો સાથે યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કોઈપણ ભક્તને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભક્તોએ મંદિર પરિસરમાં પ્રવેશતા પહેલા તેમના હાથ ધોવા ફરજિયાત છે.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડની માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેતા કોઈ પણ વ્યક્તિને ચારધામની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ અન્ય રાજ્યોથી ઉત્તરાખંડ આવતા ભક્તોને કોરોરેન્ટાઇન અવધિ પૂર્ણ કર્યા પછી ચારધામ યાત્રામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

1 જુલાઇ થી શરૂ થશે ચારધામ યાત્રા

યાત્રા પર જતા પહેલા ભક્તોએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડની વેબસાઇટ https://badrinath-kedarnath.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જેમાં તમામ શરતોની પરિપૂર્ણતા, યાત્રા શરૂ થવાની તારીખ અને અન્ય વિગતો તેમજ ઉત્તરાખંડ રાજ્યના નિવાસસ્થાન વગેરેને લગતા સ્વ-ઘોષણાઓનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. એટલું જ નહીં, આપેલા સરનામાંનું પ્રમાણપત્ર ફોટો આઈડી સાથે અપલોડ કરવું પણ જરૂરી રહેશે. આ પછી, સંબંધિત વ્યક્તિના ઇમેઇલ આઈડી પર ઇ-પાસ આપવામાં આવશે.

ચારધામ યાત્રા માટેની માર્ગદર્શિકા

  • ચારધામ યાત્રા પર જતા ભક્તો ફક્ત એક દિવસ માટે જ ધામમાં રોકાઈ શકશે. જો કે, આપત્તિ, માર્ગ અવરોધ, આરોગ્ય જેવા અન્ય કેસમાં સ્થાનિક વહીવટની પરવાનગી પછી વધુ સમય માટે રોકાઇ શકાય છે.
  • ચારધામ વિસ્તારમાં કોઈપણ સમારકામ સંબંધિત કામ સાથે સંકળાયેલા કર્મચારીઓ જિલ્લા વહીવટની પરવાનગી સાથે એક દિવસથી વધુ સમય સુધી રોકાઇ શકે છે.
  • જેમનામાં કોવિડ -19 અથવા ફ્લૂ સંબંધિત કોઈ લક્ષણો દેખાશે તેવા લોકોને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ભારત સરકાર દ્વારા કોવિડ -19 ને લગતી માર્ગદર્શિકા અનુસાર 65 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 10 વર્ષથી નીચેના બાળકોને ચારધામની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ચારધામની યાત્રા દરમિયાન હેન્ડ સેનિટાઇઝર , માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત રહેશે.
  • મંદિરમાં પ્રવેશતા પહેલા હાથ-પગ ધોવા ફરજિયાત રહેશે. આ સાથે, બહારથી લાવવામાં આવેલા પ્રસાદને મંદિરના પરિસરમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • જે જિલ્લામાં ચારધામ છે , ત્યાં જિલ્લાના ડીએમ અને પોલીસ કેપ્ટન તમામ લોકો પર નજર રાખશે.

ABOUT THE AUTHOR

...view details