ન્યુઝ ડેસ્ક: એક વખત લગ્ન થઇ જાય, ત્યાર પછી સ્વાભાવિકપણે જ તમારી પાસેથી બાળકોની અપેક્ષા સેવવામાં આવે છે અને જે લોકોને બાળકો ન થતાં હોય, તેમના માટે આ સમસ્યા વધુ જટિલ બને છે. તમારા તરફનો સમાજનો દ્રષ્ટિકોણ અચાનક જ બદલાઇ જાય છે, જેના કારણે દંપતી ઘણો તણાવ અનુભવે છે. આથી, સંતાનવિહોણાં દંપતીઓએ મેડિકલ સમસ્યાની સાથે-સાથે સામાજિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ વિષય અંગે વધુ વિગતવાર સમજૂતી મેળવવા માટે ઇટીવી ભારત સુખીભવ દ્વારા ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો. પૂર્વા સહકારી સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેના અંશો નીચે પ્રમાણે છેઃ
માતા-પિતા બનવાનો અનુભવ મેળવવા દરેક દંપતી ઉત્સુક હોય છે, અને ઘણાં દંપતીઓને આ અનુભવ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલાક લોકોએ માતા-પિતા બનવાની એક તક મેળવવા માટે ભારે હૃદયે રાહ જોવી પડતી હોય છે!
વંધ્યત્વને આપણે When we see infertility as an issue numerically, its merely a tip of the iceberg. આ પાછળનું મુખ્ય કારણ તેની સાથે સંકળાયેલા સામાજિક કલંકના કારણે સર્જાતી સ્વીકૃતિનો અભાવ છે.
એક સમાજ તરીકે આપણે, અન્ય તબીબી સમસ્યાઓની માફક વંધ્યત્વને પણ એક તબીબી સમસ્યાના દ્રષ્ટિકોણથી જોવી જોઇએ અને સંતાન મેળવવા માટે ઇચ્છુક ઘણાં દંપતીઓ માટે આ બાબત સકારાત્મક પુરવાર થશે.
વંધ્યત્વ એટલે શું? કઇ વ્યક્તિને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થતી હોવાનું કહેવાય?
- વંધ્યત્વ એટલે ગર્ભનિરોધક લીધા વિના એક વર્ષ સુધી નિયમિતપણે જાતીય સબંધ બાંધવા છતાં ગર્ભધારણ કરવામાં (ગર્ભવતી બનવામાં) અસમર્થ રહેવું.
- વંધ્યત્વનાં કારણો કયાં કયાં છે? શું આ માટે પત્નીમાં સમસ્યા હોય છે કે, પતિમાં?
- વંધ્યત્વ માટે ઘણાં કારણો જવાબદાર હોય છે.
- આ માટે પતિ અને પત્ની બંને જવાબદાર હોઇ શકે છે.
- ગર્ભધારણ કરવામાં અસમર્થતા પાછળ ઘણાં સ્ત્રી સંબંધિત પરિબળો અને પુરુષ સંબંધિત પરિબળો જવાબદાર હોઇ શકે છે. કેટલાક કિસ્સામાં, ગર્ભધારણ કરવામાં આવતી મુશ્કેલી માટે કોઇ ચોક્કસ જવાબદાર કારણ જાણી શકાતું નથી, આવા કિસ્સાને ‘અનએક્સ્પ્લેઇન્ડ’ (અસ્પષ્ટ, સંદિગ્ધ) તરીકે ઓળખવામાં આવે છે.