કમનસીબે જવાબ છે કે, આ પરીસ્થીતિમાં કોઈ હકારાત્મક બદલાવ આવવાની આશા દેખાઈ નથી રહી. આપણે છેલ્લા એક દશકાથી ભૌગોલીક-રાજકીય સબંધોમાં જે પ્રવેગ જોઈ રહ્યા છીએ તે જ પ્રવેગ રહેશે તેવુ મનાઈ રહ્યું છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રને જ પ્રાથમીકતા આપવાની વધી રહેલી નીતિ પહેલેથી જ વૈશ્વિકીકરણ પર હાવી થયેલી હતી. સરહદો બંધ થઈ રહી હતી, અને હવે તેને સંપુર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. અને આ સરહદો નજીકના ભવિષ્યમાં ખુલે તેવી ખુબ ઓછી સંભાવનાઓ જોવાઈ રહી છે. યુદ્ધ અને હિંસાને નકારનારા તેમજ વિકસીત દેશોમાં સારી આર્થિક તકો શોધનારા સ્થળાંતરીત લોકો પર તેની નોંધપાત્ર અસર પડી શકે છે.
યુનાઇટેડ નેશન્સ જેવી બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કેટલીક મહાસત્તાઓના એકપક્ષી નિર્ણયને કારણે પોતાનુ વજન ગુમાવી રહી હતી એને તેમાં પણ હવે તે મહામારીની આ પરીસ્થીતિમાં પોતાનો રહ્યો સહ્યો પ્રભાવ પણ ગુમાવી શકે છે. આ પહેલા યુએસે ‘પેરીસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી’ બહાર નીકળવાનો તેમજ UNESCO જૂથમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો તેમજ રશીયાએ ‘ઇન્ટરનેસનલ ક્રીમીનલ કોર્ટ’માંથી દુર થવાનો નિર્ણય કર્યો હતો તેવી જ રીતે હવે યુએસ દ્વારા WHOમાં અપાતા ફંડને રોકી દેવુ તે પણ આ જ શ્રેણીનું વધુ એક પગલુ છે. ચીને યુએન ટ્રીબ્યુનલ સાથે સહકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને દક્ષિણ ચીન સમુદ્ર પર તેના 2016ના ચુકાદાને પણ નકારી દીધો હતો. ખુબ જ મજબુત એવુ આર્થિક સંઘ EU પણ ઇટાલી જેવા સદસ્ય રાજ્યોના પ્રતિભાવની આશા રાખી રહ્યુ હતુ.
છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સબંધોના સીદ્ધાંત તરીકે ઉદારવાદ અસ્ત થવા પર હોય તે મુદ્દા પર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચર્ચા થઈ રહી છે. દુનિયાને શાંતી તરફ લઈ જતા ત્રણ પહેલુઓ, લોકશાહી, આંતરરાષ્ટ્રીય સમુદાયો અને આર્થિક અવલંબન, પણ છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે. તો બીજી તરફ રીયાલીસ્ટ થીયરી સાર્વભૌમ રાજ્યોને જ મુખ્ય કર્તા હર્તા તરીકે જુએ છે તો બીજી તરફ કોઈ એક વૈશ્વિક મહાસત્તાની ગેરહાજરીમાં અલગ અલગ દેશો સતત તેમનો પ્રભાવ વધારી રહ્યા છે.
આપણે હાલની પરીસ્થીતિ પર નજર કરીએ અને મહામારી બાદના ભવિષ્ય પર નજર કરવાની કોશીષ કરીએ તો એક વાત સ્પષ્ટ થશે કે આગામી સમયમાં પ્રાદેશીક અને રાષ્ટ્રીય સ્તરે સત્તા માટેનો સંઘર્ષ વધુ તીવ્ર બનશે. ક્રુડઓઇલના ભાવોમાં થયેલો ધરખમ ઘટાડો ઇરાન અને ઇરાક જેવા દેશોને નબળા પાડી શકે છે અને પરીણામે આ દેશો વધુ ને વધુ અસ્થીર બની શકે છે. તેનાથી આતંકવાદ અને ઉદ્દામવાદને પણ વધુ વેગ મળી શકે છે, ખાસ કરીને એવા પ્રદેશોમાં કે જ્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓનો અભાવ છે અને જે પ્રદેશોમાં વાયરસના પ્રભાવને નિયંત્રીત કરવાની શક્તિ પણ ઓછી છે.
આગામી સમયમાં મહાસત્તા માટેની ખેંચતાણમાં પણ વધારો થશે. તાજેતરમાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન વચ્ચેનું વાક્-યુદ્ધ જોઈ ચુક્યા છીએ જેમા ટ્રમ્પે ચીનને કોરોના વાયરસની માહિતી છુપાવવાને લઈને ચેતવણી આપી છે કે જો આ માહિતી ચીને ઈરાદાપુર્વક છુપાવી હશે તો ચીને તેના પરીણામો ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે. તો બીજી તરફ ચીન વાયરસને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ રહ્યુ છે તે દર્શાવતુ એક પ્રચાર અભિયાન પણ ચીને શરૂ કર્યુ છે તો બીજી તરફ ચીને પોતાના સોફ્ટ પાવરને મજબૂત બનાવવાના ઈરાદાથી યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશોને તબીબી સાધનોની સહાય આપવાનું પણ શરૂ કર્યુ છે.
એક વાત વારંવાર કહેવામાં આવી રહી છે કે યુએસ-ચીનના સબંધો 21 મી સદી માટે નિર્ણાયક હશે. કોરોના વાયરસને કારણે હાલ આ બે દેશના સબંધો તેના સૌથી નીચેના સ્તરે છે. સીંગાપોરની લી ખુઆન યુ સ્કુલ ઓફ પબ્લીક પોલીસીના એસોસીએટ પ્રોફેસર, જેમ્સ ક્રેબટ્રીએ CNBC સાથે કરેલી ખાસ વાતચીતમાં યુએસ-ચીનના સબંધો વીશે જણાવ્યું કે, 1970 થી અત્યાર સુધીના તેમના અવલોકન પરથી તેઓ માને છે કે હાલ યુએસ-ચીનના સબંધો તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.