વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
શું છે વિક્રમ લૈંડર
વિક્રમ લૈંડર એક એવુ મોડ્યુલ છે જે તેના કેટલાક પ્રયોગો હાથ ધરી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર લઈ જશે. એકવાર વિક્રમ લૈંડર નક્કી કરેલા સમય અનુસાર ચંદ્રની સપાટી પર લેન્ડ કરેશે, તો પ્રજ્ઞા રોવર આપમેળે ચંદ્રની સપાટી પર આવશે, પ્રક્રિયાને રોલઆઉટ કહેવામાં આવે છે. તેમાં ઘણા ટૂલ્સ અને પેલોડ્સ પણ શામેલ છે જે સમગ્ર મિશન દરમિયાન નક્કી કરેલા સમય અનુસાર પ્રયોગો કરતો રહેશે.
આ લૈંડરનું નામ ઇસરોના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ લૈંડર ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ 14 દિવસ સુધી સંચાલીત કરવામાં આવશે. આ સમય દરમિયાન વિક્રમ લૈંડર બેંગ્લોર નજીક "બેંગ્લોરમાં ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક" (IDSN) સાથે સંપર્કમાં રહેશે. ઓર્બિટર અને રોવર દ્વારા સંચાર માટે પણ સમાન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિગ્રા છે, જેમાં પ્રજ્ઞાન રોવર (27 કિગ્રા) નો સમાવેશ થાય છે. આ લેન્ડર આશરે 650 ડબ્લ્યુ પાવર પેદા કરવા માટે સક્ષમ છે.
ISROએ પોતે તૈયાર કર્યુ લૈંડર
આ વાત 2007ની છે, જ્યારે રુસમી ફેડરલ સ્પેસ એજંસી Roscosmos ને એક લૈંડર તૈયાર કરવા માટે કમીશન કરવામાં આવ્યું હતું. જો કે, આ લૈંડરની ડિલીવરી સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે રુસ સમય મર્યાદાની અંદર લૈડંર બનાવવામાં સક્ષમ ન હતું. રુસની આ સ્પેસ એજન્સી મંગળ માટે ફોબોસ ગ્રંટ મિશનમાં રોસ્કોસ્મોસ વિફળ થયા બાદ 2015 સુધી ડિલીવરી આપવામાં અસમર્થ હતી. ત્યાર બાદ ઇસરો પાસે કોઇ બીજો વિકલ્પ ન હતો અને તેમણે પોતે જ લૈડંર તૈયાર કરવાનો નિર્ણય લીધો.
વિક્રમ લૈંડર ચંદ્રની સપાટી પર સ્મૂથલી લૈંડિંગ કરશે જેના કારણે બોર્ડ પરના કોઇ પણ ઉપકરણોને નુકસાન ન થાય. અંતરિક્ષની દુનિયામાં આવુ પહેલી વાર થશે કે કોઇ લૈંડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ લૈંડર પોતે નિશ્ચિત કરેલા સ્થાન પર લૈંડ કરીને પ્રજ્ઞાન રોવર બહાર કાઢશે જે ચંદ્ર પરની સ્થિતી વિશેની જાણકારી સ્પેસ સેંટરને આપશે. આ દરમિયાન ત્યાંથી સીધા ફોટો સ્પેસ સેન્ટર મોકલવામાં આવશે. વિક્રમ લૈંડર 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચશે અને ત્યાર બાદ પ્રજ્ઞાન પોતાનું કામ શરુ કરશે.
ઇસરોના Space application center (SAC)એ ઘણા અત્યાધુનિક સેંસર વિકસીત કર્યા છે જેના કારણે વિક્રમ લૈંડરને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારવામાં આવે અને ચોક્કસ માહિતી મેળવી શકાય. આ સિવાય Orbiter high-resolution camera (OHRC), નું બેન્ડ અલ્ટીમીટર, Lander Position Detection Camera (LPDC) અને Lander Hazard Detection and Endurance Camera (LHDAC) પણ સામેલ છે.
ડૉ વિક્રમ સારાભાઇનો જીવન પરિચય
ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ સારાભાઇના વૈજ્ઞાનિક યોગદાન માટે તેમને "શાંતિ સ્વરુપ ભટનાગર" મૈડલ, પદ્મ ભુષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ ગુજરાતમાં 12 ઓગસ્ટ 1919 ના રોજ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ સમૃદ્ધ ઉદ્યોગપતિ અને માતા સરલા દેવી હતા. વિક્રમ સારાભાઈનું પ્રારંભિક શિક્ષણ તેમના 8 ભાઇ બહેનો સાથે માતા સરલા દેવી દ્વારા સ્થાપના કરાયેલી, "મૈડમ મારિયા મોન્ટેસરી"થી થઇ. તેમણે ખાનગી શાળામાંથી વિજ્ઞાન વિષય સાથે ઇન્ટરમિડીયટ પરીક્ષા પુરી કરી. વિક્રમ સારાભાઈએ અમદાવાદ કૉલેજ, ગુજરાતમાંથી મેટ્રિક પાસ કરીને અને વર્ષ 1937માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જ્હોન કોલેજ ગયા. જ્યાંથી 'વિક્રમ સારાભાઈ'એ 1940માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં ટ્રાયપોઝ ડિગ્રી પ્રાપ્ત કરી.
બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના કારણે, ડો. સારાભાઈ ઈંગ્લેન્ડથી ભારત આવ્યા અને નોબલ વિજેતા સર સી. વી. રામન સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોરમાં પાંચ વર્ષ માટે અંતરિક્ષ કિરણો (કોસ્મિક રે) પર સંશોધન કર્યું. વર્ષ 1942 માં વિક્રમ સારાભાઈએ શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલીની સારાભાઈ સાથે લગ્ન કર્યા. તેમને 2 બાળકો હતા, જેમનું નામ કાર્તિકેય સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ હતું. મલ્લિકા સારાભાઈ ભારતના પ્રસિદ્ધ નૃત્યાંગના છે. વિક્રમ સારાભાઈ વર્ષ 1945 માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા, અને વર્ષ 1947 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી, તેમણે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરવા માટે PHDની ઉપાધી પ્રાપ્ત કરી. વિક્રમ સારાભાઈએ કેટલાક સમય માટે કેવેન્ડિશ લેબોરેટરીમાં સંશોધન કર્યું હતું, ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા હતા.