ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચંદ્રયાન-2થી ભારતને ભવિષ્યમાં મદદ મળશેઃ NASAના પૂર્વ અંતરિક્ષ યાત્રી

નવી દિલ્હીઃ વર્ષ 1986થી 2001 સુધી પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત રશિયાના અંતરિક્ષ કેન્દ્ર મીરમાં પાંચ મહિના સુધી રહેનાર નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી લિનેંગર શુક્રવારના રોજ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર ચંદ્રયાન-2ના લેંડિગ પ્રસારણમાં સામેલ થયા હતાં.

ચંદ્રયાન-2

By

Published : Sep 7, 2019, 6:17 PM IST

થોડીક જ ક્ષણોના અંતરે ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટી ગયો હતો, ત્યારે ભૂતપૂર્વ નાસાના અંતરિક્ષ યાત્રીએ પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, "ચંદ્રયાન-2 મિશનથી વિક્રમ લેંડરની ચંદ્ર પર સોફ્ટ લેંડિગ કરાવવામાં ભારતે સાહસિક પ્રયત્ન કર્યો છે. જે ભવિષ્યના મિશનમાં ઘણો મદદરૂપ થશે. ભારતે જે કર્યુ તે ઘણું અઘરું કામ હતું. આ સમગ્ર ઘટનાને નેશનલ જિયોગ્રાફિક ચેનલે પણ દર્શાવી હતી જેમાં NASAના ભૂતપૂર્વ અંતરિક્ષ યાત્રી લિનેંગર સામેલ થઇ અને તેનો હિસ્સો બન્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details