સોમવારના રોજ ચંદ્રયાન-2એ ટેરેન મૈપિંગ કેમેરા દ્વારા ચંદ્રની જમીન અને તેના પર આવેલા ખાડાઓના તસ્વીરો મોકલી છે. ઈસરોએ જણાવ્યા મુજબ આ તસ્વીરો 23 ઓગસ્ટના રોજ લગભગ 4375 કિલોમીટરની ઉચાઇ પરથી લેવામાં આવી છે, જેમાં જૈક્સન, મિત્રા, માચ અને કોરોલેવ જેવા ક્રેટર્સ જોવા મળે છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રમાંથી દુર ઉત્તર તરફ ગોળાકાર જૈક્સન એક પ્રભાવશાળી ક્રેટર છે, ક્રેટરનો વ્યાસ 71 કિલોમીટરનો છે.
ચંદ્રયાન-2માં ચંદ્રની આહ્લાદક તસ્વીરો કરાઈ ક્લિક, ઈસરોએ ટ્વીટ કરી કરી જાહેરાત
ચેન્નઇઃ ચંદ્રયાન-2એ ચંદ્ર પરના વિશાળ ખાડાઓની તસ્વીરો ક્લિક કરી છે. આ તસ્વીરોમાં ચંદ્ર પરના ખાડા સ્પષ્ટ રીતે દેખાય છે. આ તસ્વીરો 4375 કિલોમીટર દૂરથી ક્લિક કરાઈ છે.
ચંદ્રયાન-2એ ચંદ્રની વિવિધ તસ્વીરો મોકલી, જેમાં ચંદ્ર પરના ખાડા જોવા મળ્યા
કોરોલેવના ક્રેટરમાં જુદા-જુદા પ્રકારના નાના ક્રેટર છે. ઈસરોએ સોમરફીલ્ડ અને કિર્કવુડ જેવા ક્રેટરોના ફોટા પણ મોકલ્યા છે.