ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વના કોઈ પણ દેશોએ જે નથી કર્યું તે સિદ્ધી આજે ભારત મેળવવા જઈ રહ્યો છે. તાજેતરના સમાચાર મુજબ, ચંદ્રયાન-2ના લેન્ડરનો સંપર્ક તૂટી ગયો છે.
ઈસરોએ આપી માહિતી- લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો, મોદી બાલ્યા- 'હોપ ફોર ધ બેસ્ટ' - ઈતિહાસ
બેંગલુરુ: આજે દેશ નહિં પરંતુ સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડી જોઈ રહ્યું ત્યારે ચંદ્રયાન-2ના લેન્ડરનો સંપર્ક તૂટી ગયો છે. ચંદ્રયાન-2 સાથેનો ISRO સેન્ટરનો સંપર્ક તૂટી ગયો છે. હાલ વૈજ્ઞાનિકો આંકડાઓ મેળવી રહ્યાં છે. મોદીએ ISRO સેન્ટરમાં જ તમામ વૈજ્ઞાનિકોને 'હોપ ફોર ધ બેસ્ટ' કહી આશ્વાસન આપ્યું હતું.
ચંદ્રયાન-2 લેન્ડ થતાં જ રચશે ઈતિહાસ, સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે આતુરતાથી રાહ
આજે સમગ્ર દેશથી માંડી દુનિયા ચંદ્રયાન-2ની 'સોફ્ટ લેન્ડિંગ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિક્રમ લેન્ડરના ઉતરાણના સાક્ષી થવા માટે ઇસરોના કેન્દ્રમાં ખુદ હાજર રહ્યાં હતા.
Last Updated : Sep 7, 2019, 2:29 AM IST