વિદેશી મીડીયાએ ભારતના બિજા મિશન ચંદ્રયાન-2ને હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' થી પણ ઓછા ખર્ચનું જણાવ્યુ છે. વિદેશી મીડિયા અને વૈજ્ઞાનિક સામાયિકોમાં ચંદ્રયાન-2નો ખર્ચ હોલિવુડ મૂવી એવેન્જર્સ એન્ડગેમના ખર્ચથી પણ અડધો હોવાનું આકલન કર્યુ છે.
વિદેશી મીડિયાએ ચંદ્રયાનને 'એવેંજર્સ એન્ડગેમ'થી પણ ઓછા ખર્ચ વાળુ જણાવ્યું - avengers endgame
નવી દિલ્હીઃ વિદેશી મીડીયાએ ભારતના બિજા મિશન મુન ચંદ્રયાન-2ને હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' થી પણ ઓછા ખર્ચનું જણાવ્યુ છે. વિદેશી મીડિયા અને વૈજ્ઞાનિક સામાયિકોમાં ચંદ્રયાન-2નો ખર્ચ હોલિવુડ મૂવી એવેન્જર્સ એન્ડગેમના ખર્ચથી અડધાથી પણ ઓછો છે.
વિદેશી મીડિયાએ ચંદ્રયાનને 'એવેંજર્સ એન્ડગેમ'થી પણ ઓછા ખર્ચ વાળુ
ભારત આ મિશનની સફળતાની સાથે અંતરીક્ષ અભિયાનમાં અમેરીકા,રુસ અને ચિનના સમુહમાં આવી જશે.
સ્પૂતનિકે જણાવ્યુ હતુ કે, "ચંદ્રયાન-2નો કુલ ખર્ચ અંદાજે 12.4 કરોડ ડોલર છે. જેમાં 3.1 કરોડ ડોલર લોન્ચ કરવાનો ખર્ચ છે અને 9.3 કરોડ ડોલર ઉપગ્રહનો ખર્ચ છે. આ ખર્ચ એવેન્જરના ખર્ચ કરતા અડધાથી પણ ઓછો છે. આ ફિલ્મનો અંદાજીત ખર્ચ 35.6 કરોડ ડોલર છે.