Chandrayaan-2ને કક્ષા બદલવામાં 52 સેકેન્ડનો સમય લાગ્યો હતો. સ્પેસક્રાફ્ટના બધા પેરામીટર્સ નોર્મલ છે. હવે આગળના ઓપરેશનમાં વિક્રમ લેન્ડર Chandrayaan-2 ઓરિબિટરથી અલગ હશે. આ ઓપરેશન 2 સપ્ટેમ્બર બપોરે 12:45થી 1:45 ભારતીય સમય પ્રમાણેના વચ્ચે થશે. 3 સપ્ટેમ્બરે પ્રથમ ડીઓર્બિટ અને 4 સપ્ટેમ્બરે બીડા ડીઓબિર્ટ પૂરુ થશે.
ચંદ્રયાન-2 માટે આજે વિશેષ દિન, ઑર્બિટરથી અલગ થશે 'વિક્રમ' - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈજેશન
નવી દિલ્હી: ઈસરો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2 સપ્ટેમ્બરના રોજ બપોરે 12ઃ45થી 1ઃ45 સુધીના સમયમાં ચંદ્રયાનના લેયરમાંથી લૈંડર વિક્રમને અલગ કરવામાં આવશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈજેશન ISROનું ચંદ્રયાન-2 ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષામાં પહોંચી ગયું છે. રવિવારે 1 સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે સાંજે 6.21 વાગ્યે ચંદ્રયાન-2 સફળતા પૂર્વક ચંદ્રની પાંચમી કક્ષામાં દાખલ થયુ છે. એડવાન્સ્ડ ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને ચંદ્રયાન-2 પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યો છે.
CHANDRAYAN
વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનું શરુ કરશે. આ ISROના વૈજ્ઞાનિકો માટે પડકારજનક કામ છે. વિક્રમ લેન્ડર દક્ષિણી ધ્રુવ પર હાજર બે ક્રેટર મૈજિનસ સી અને સિંપેલિયસ એનના વચ્ચે હાજર મેદાનમાં લેન્ડ કરશે. લેન્ડર 2મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સતહ પર ઉતરશે. આ 15 મિનિટ તણાવપૂર્ણ રહશે.
Last Updated : Sep 2, 2019, 9:19 AM IST