ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં - ચંદ્રશેખર આઝાદ

નવી દિલ્હી : પોલીસે આજે ભીમ આર્મીના પ્રમુખની ધરપકડ કરી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચંદ્રશેખર આઝાદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. દિલ્હી પોલીસ તેમને તીસ હજારી કોર્ટથી તિહાડ જેલમાં લઈ ગઈ.

ભીમ આર્મી પ્રમુખ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં
ભીમ આર્મી પ્રમુખ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં

By

Published : Dec 21, 2019, 9:10 PM IST

આઝાદને પહેલા જામા મસ્જિદથી જંતર-મંતર સુધી વિરોધ માર્ચની ન કરવા જણાવ્યું હતુ. દરિયાગંજમાં થયેલી હિંસાના મુદ્દે દિલ્હી પોલીસે ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદની 14 દિવસની કસ્ટડીની માગ કરી હતી.

આઝાદને દિલ્હીના દરિયાગંજમાં થયેલી હિંસામાં શનિવારે તેને ક્સ્ટડીમાં લીધો હતો. આઝાદે શુક્રવારે જામા મસ્જિદથી જંતર મંતર સુધી માર્ચ કાઢવાનું આહ્વાન કર્યુ હતું. પોલીસે જણાવ્યું છે કે તેની પહેલા ધરપકડ કરી હતી. જ્યારે અત્યાર સુધીમાં 16 લોકોને કસ્ટડીમાં લીધા છે.

આઝાદને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં તેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી

ABOUT THE AUTHOR

...view details