આ બેઠક પછી મીડિયા આ ત્રણ નેતાઓ સાથે વાત કરી હતી. દેવગૌડાએ જણાવ્યું કે જ્યાં સુધી પરિણામ આવી ન જાય ત્યાં સુધી અમે ગઠબંધનનું કંઇ પણ વિચારતા નથી, ન તેના પર ચર્ચા કરીએ છીએ. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ગઠબંધન બનાવવા માટે હજુ સુધી કંઇ પણ નક્કી કર્યુ નથી.
વિપક્ષને એકજુટ કરવા ચંદ્રબાબુ નાયડૂએ કરી દેવગૌડા સાથે મુલાકાત - DMK
બેંગલુરૂ: આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન અને TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુએ કર્ણાટકના મુખ્યપ્રધાન એચ ડી કુમાકસ્વામી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની હાજરીમાં તેના નિવાસસ્થાન પર રાખવામાં આવી હતી. આ મુલાકાતને વિપક્ષને એકજુટ કરવાની રીતે જોવામાં આવે છે.
વિપક્ષને એકજુટ કરવા મામલે ચંદ્રબાબુ નાયડૂએ કરી દેવગૌડા સાથે મુલાકાત
JDS તરફથી કહી દેવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના દાવેદર ગણવામાં આવે છે. અને તેનુ રાહુલ ગાંધીને પુરુ સમર્થન છે. સાથે તેના પર ચંદ્રબાબુ નાયડુએ પણ પક્ષને નક્કી કરી નાખ્યો છે. તેનું કહેવુ છે કે રાહુલનુ વડાપ્રધાન બનવામાં કંઇ પણ ખોટુ નથી. અને બધા જ સાથે બેસીને ચૂંટણીના પરીણામ આવ્યા પછી તેના પર ચર્ચા કરવામાં આવશે.
વધુમા જણાવી દઇએ કે ચંદ્રબાબુ નાયડુ આજે DMKના પ્રમુખ સ્ટલિન સાથે પણ મુલાકાત કરશે.