- ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનું ટ્વિટ
- ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ફાયરિંગ
ભુવનેશ્વર: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, "તેમના કાફલા પર યૂપીના બુલંદશહરમાં હુમલો કરવામાં આવ્યો હતો.આઝાદે ટ્વિટ કરીને કહ્યું કે,વિપક્ષીદળો દ્વારા બુલંદશહરમાં પેટાચૂટંણીમાં કાયરતાપૂર્ણ કામ કરવામાં આવ્યું છે. આ તેમના હારની હતાશા બતાવે છે."
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનું ટ્વિટ
- આઝાદે કહ્યું, "બુલંદશહરની ચૂંટણીમાં અમારા ઉમેદવાર ઉતરવાના કારણે વિરોધી પક્ષો ડરી ગઈ છે, જેના કારણે મારા કાફલા ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી. આ તેમની હારની હતાશા દેખાડે છે. તે ઇચ્છે છે કે વાતાવરણ ખરાબ રહે, પરંતુ અમે અવું નહીં થવા દઇએ."
- બુલંદશહરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંતોષકુમાર સિંહે કાફલા પર હુમલો થયો હોવાનો દાવો ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરો અને MIMIMના ઉમેદવાર વચ્ચે અંદરોઅંદર સંઘર્ષ થયો હતો, પરંતુ આઝાદના કાફલા પર કોઈ હુમલો થયો હોવાની પુષ્ટિ થઇ નથી.
- આઝાદે બુલંદશહેર પેટા-ચૂંટણીમાં હાજી યામીનને તેમના પક્ષના ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 30 બેઠકો પર ઉમદેવાર ઉતારશે પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીના નેતૃત્વમાં પ્રોગ્રેસિવ ડેમોક્રિટિક અલાયંસ (PDA) સાથે આઝાદ બિહારમાં ચૂંટણી લડવા ઉતર્યા છે.