ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વયોવૃદ્વ છગનલાલ લાકડાના કાંસકા બનાવી લડે છે પ્લાસ્ટિક સામેની લડત ! - Chhaganlal's handcrafted wooden combs

મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જિલ્લાના 'કાંગી મહોલ્લા' ની ડિંગી ગલીમાં નીલા રંગના મકાનોમાં મુખ્યત્વે લાકડાના કાંસકા બનાવતા લોકો રહે છે. આશરે 85 વર્ષની ઉંમર ધરાવતા છગનલાલ પણ અહીં રહે છે. લાકડાના કાંસકા બનાવવાની કળાને જાળવી રાખનાર આંગળીના વેઢે ગણી શકાય તેમાંના એક છે છગનલાલ.

p
વયોવૃદ્વ છગનલાલ લાકડાના કાંસકા બનાવી લડે છે પ્લાસ્ટિક સામેની લડત !

By

Published : Jan 10, 2020, 9:35 AM IST

Updated : Jan 10, 2020, 8:01 PM IST

વયોવૃદ્વ છગનલાલની આંગળીઓ ભલે નાજુક અને કરચલીવાળી હોય પણ તેઓ આજે પણ ચીવટપૂર્વક કામ કરી શકે છે. શીશમનાં લાક્ડા તરીકે જાણીતે લાક્ડામાંથી તેઓ કાંસકા બનાવે છે. તેમણે દાવો કર્યો છે કે, પ્લાસ્ટિક કરતા લાકડાના કાંસકા અનેક રીતે ચડિયાતા અને ઉત્તમ છે. તે ખરતા વાળ અટકાવવામાં મદદરૂપ બને છે.

વયોવૃદ્વ છગનલાલ લાકડાના કાંસકા બનાવી લડે છે પ્લાસ્ટિક સામેની લડત !

છગનલાલ અસંખ્ય ડિઝાઈનમાં લાકડાના કાંસકા બનાવે છે. જેમાં અલગ અલગ પક્ષીઓ, માછલીઓ સહિતના આકારના કાંસકા હોય છે. તેની કિંમત 50 રૂપિયાથી 150 રૂપિયા સુધીની હોય છે.

છગનલાલની આ કળાના ઘણા દિગજ્જો સાક્ષી રહી ચુક્યા છે. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પણ આ કળાને જીવંત રાખવા બદલ તેમની પ્રશંસા કરી છે.

Last Updated : Jan 10, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details