ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માયાવતીની અપીલ- સરકારે ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવા જોઈએ - lockdown

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, લોકડાઉન દરમિયાન ફસાયેલા મજૂરોને તેમના ઘરે ખાસ ટ્રેન અને બસ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ.

Centre should facilitate return of stranded migrant labourers to their homes: Mayawati
માયાવતીની અપીલ- સરકારે ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવા જોઈએ

By

Published : Apr 22, 2020, 6:10 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનને સમર્થન આપતાં કેન્દ્ર સરકારને વિશેષ ટ્રેન અને બસથી લોકડાઉન દરમિયાન ફસાયેલા મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે.

માયાવતીએ ટ્વીટ કરી કહ્યું કે, કોરોનાને લીધે દેશવ્યાપી લોકડાઉનને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને અન્ય રાજ્યોના લાખો ગરીબ અને સ્થળાંતર મજૂરો બેકારી અને ભૂખમરોનો સામનો કરી રહ્યાં છે. તેમને ભોજન પણ બરાબર નથી મળી રહ્યું અને તેઓ પોતાના ઘરે જવ માગે છે.

માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારને વિનંતી છે કે, આ માંગને સહાનુભૂતિથી ધ્યાનમાં લેવા અને લોકડાઉનનાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરી ખાસ ટ્રેન અને બસ વગેરેથી કામદારોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે, જેમકે કોટાના વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યાં હતાં. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details