- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું મહત્વનું નિવેદન
- ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શનની જગ્યા બદલે તો સરકાર કૃષિ બીલ મુદ્દે વાતચીત કરશે
- બુરાડી વિસ્તારમાં આવેલા નિરંકારી મેદાનમાં પ્રદર્શન ખસેડવા કરી અપીલ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને તેમના વિરોધ પ્રદર્શનની જગ્યા રાજધાનીના બુરાડી મેદાનમાં અપીલ ખસેડવા અપીલ કરી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, જો આમ થાય તો કેન્દ્ર સરકાર કૃષિ બીલ અંગે ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે.
ખેડૂતો વિરોધ માટે કડકડતી ઠંડીમાં ટ્રેક્ટરો, ટ્રોલીઓ લઇને દિલ્હીની સીમા પર બેઠા છે
અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ, હરિયાણા અને દેશના કેટલાક અન્ય ભાગોના ખેડૂતો વિરોધ માટે દિલ્હીની સરહદ પર એકઠા થઇ રહ્યા છે. ભારે ઠંડીના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી અન્ય લોકોને પણ સમસ્યાઓ થઇ રહી છે.