નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, ચારેય ગુનેગારોને અલગ-અલગ સમયે ફાંસીની સજા ના થઇ શકે છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
હાઈકોર્ટનો નિર્ભયાના આરોપીઓને અલગ-અલગ ફાંસીનો ઈનકાર, કેન્દ્ર સરકાર પહોંચી સુપ્રીમના દ્વારે - નિર્ભયા કેસ ન્યૂઝ
કેન્દ્ર સરકારે નિર્ભયાના કેસમાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની ના પાડી છે. આ નિર્ણયના કારણે આરોપીઓને સમય મળી રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
સુપ્રીમ
નિર્ભયા કેસમાં દિલ્હી હાઇકોર્ટ આદેશ આપ્યો કે, ગુનેગારોને અલગ અલગ ફાંસી ના થઇ શકે. આ અગાઉ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોના ડેથ વોરેન્ટના અમલ પર રોક લગાવી હતી.
કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની પર દિલ્હી હાઈકોર્ટે આજે ચૂકાદો આપ્યો હતો.
Last Updated : Feb 5, 2020, 7:54 PM IST