બેંગ્લુરુઃ યેદિયુરપ્પાએ પત્રકારોને જવાબ આપતા કહ્યું કે, "17 મે પછી કેન્દ્ર સરકાર ઘણી બધી બાબતોમાં રાહત આપી શકે છે. આપણે તેની રાહ જોવી જોઈએ.' તેમણે કહ્યું કે, "મારા મતે કેન્દ્ર ફાઇવ સ્ટાર હોટલ અથવા તેના જેવી અન્ય સુવિધાઓ માટે ભલે અનુમતિ ના આપે પરંતુ બીજી બાબતોમાં કેન્દ્ર રાહત આપી શકે છે."
17 મે પછી કેન્દ્ર ઘણી વસ્તુઓમાં રાહતની જાહેરાત થઇ શકે છેઃ યેદિયુરપ્પા - lock down 4.0
કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે અમલમાં મૂકાયેલ લોકડાઉનની અવધિ ટૂંક સમયમાં સમાપ્ત થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્ર 17 મે પછી 'ઘણી વસ્તુઓ'માં રાહત આપવાની જાહેરાત કરી શકે છે.
![17 મે પછી કેન્દ્ર ઘણી વસ્તુઓમાં રાહતની જાહેરાત થઇ શકે છેઃ યેદિયુરપ્પા Centre may announce relaxation on "many things" after May 17: Yediyurappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7215469-731-7215469-1589561577410.jpg)
17 મે પછી કેન્દ્ર ઘણી વસ્તુઓમાં રાહતની જાહેરાત કરી શકે છેઃ યેદિયુરપ્પા
કર્ણાટકના પર્યટનપ્રધાન સી.ટી.રવિએ બુધવારે સંકેત આપ્યો હતો કે, રાજ્ય સરકાર જીમ, ફિટનેસ સેન્ટર અને ગોલ્ફ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે, 17 મે પછી સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક હોટલોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.