કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યપ્રધાનોની બેઠક બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, એક તરફ કેન્દ્ર સરકાર કહે છે કે લોકડાઉનનું કડક પાલન કરવામાં આવે, બીજી તરફ તે દુકાનો ખોલવાનું કહે છે. જો આપણે દુકાન ખોલીશું, તો લોકડાઉન કેવી રીતે ચાલશે.
મોદી સરકાર પર CM મમતાનો પ્રહાર, કહ્યું- અમને રાશન આપો ભાષણ નહીં - મોદી સરકાર પર CM મમતાએ કર્યા આકરા પ્રહારો
પીએમ મોદી સાથેની બેઠક બાદ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર વાકહુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોરોના સામેની લડતમાં દર મહિને 5000 કરોડ ખર્ચ કરી રહ્યાં છીએ. આ એક મોટી રકમ છે. રોજ અનેક પડકારો છે. અમે ગરીબ સરકાર છીએ.
![મોદી સરકાર પર CM મમતાનો પ્રહાર, કહ્યું- અમને રાશન આપો ભાષણ નહીં mamta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6963742-364-6963742-1587993366335.jpg)
mamta
સીએમ મમતાએ કહ્યું, બંને બાબતો એક સમયે કેવી રીતે થઈ શકે છે, હું દુકાન ખોલવાની પરવાનગી પણ આપું પછી લોકોને દુકાનમાં ન જવા કહું.
વળી, સીએમ મમતાએ એમ પણ કહ્યું કે, પીએમ મોદીની બેઠકમાં ઘણા મુખ્યપ્રધાનોને બોલવાની તક આપવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સાથે બેઠક થઈ હતી, પરંતુ મને બોલવાની તક આપવામાં આવી નથી.