નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અખિલેશે કહ્યું કે, પહેલા 15 લાખના ખોટા વચન અને હવે 20 લાખ કરોડના દાવાનો કેવી રીતે પાળશે?
PM મોદી પર અખિલેશનો વાર, પહેલા 15 લાખનું ખોટું વચન, હવે 20 લાખ કરોડનો દાવો
કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અખિલેશે કહ્યું કે, પહેલા 15 લાખના ખોટા વચન અને હવે 20 લાખ કરોડના દાવાનો કેવી રીતે પાળશે?
અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે, પહેલા 15 લાખનું ખોટું વચન અને હવે 20 લાખ કરોડનો દાવો. આ વખતે આશરે 133 કરોડ લોકોને 133નો ખોટો જુમલો. ઓ બાબુ, આના પર કોઈ કેવી રીતે કરવો વિશ્વાસ. હવે લોકો એ પૂછતા નથી કે 20 લાખ કરોડમાં કેટલા ઝીરો આવે. જેના બદલે લોકો પૂછે છે કે, કેટલી ગોળીઓ આવે.
આ અગાઉ અખિલેશે લખ્યું હતું કે, જે ગરીબોથી સત્તાના શિખરો પર પહોંચ્યા છે, આ સંકટના સમયમાં ગરીબોની અવગણના અમાનવીય છે. આ બધું 'સબકા વિશ્વાસ'ના નારા સાથે દગો છે. દેશના મજૂરો પોતાની દુર્દશા માટે સારી વ્યવસ્થાની અપેક્ષા રાખતા હતા, પરંતુ સરકારે ફક્ત અર્થહીન વાતો કરી. મોદીએ અડધો કલાક કરતા વધુ સમયમાં રસ્તાઓ પર રઝળતાં મજૂરો માટે કોઈ વાત કરી નહીં. આ અસંવેદનશીલ-દુર્ભાગ્યપૂર્ણ છે! "