- ભાજપ અધ્યક્ષ પર હુમલાની જવાબદારી TMC સરકારની: અમિત શાહ
- આગામી ચૂંટણીઓમાં અમે આ સરકારને હરાવીને બતાવીશું: અમિત શાહ
પશ્ચિમ બંગાળ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બંગાળમાં થયેલા ભ્રષ્ટાચારની બધાને જાણ છે પરંતુ સરકાર પોતાના નેતાઓને બચાવી રહી છે.
અમિત શાહે કહ્યું કે, ભારતના સૌથી મોટા પક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પર હુમલો એ બંગાળની અંદરની લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. તેની સંપૂર્ણ જવાબદારી તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હું આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તૃણમૂલ કોંગ્રેસના તમામ નેતાઓને કહેવા માંગુ છું કે તમારે આ ગેરસમજણ હેઠળ ન રહેવું જોઈએ કે આવા હુમલાથી ભાજપની ગતિ અટકશે, ભાજપ કાર્યકરો અથવા ભાજપ પીછેહઠ કરશે. આ પ્રકારની હિંસાનું વાતાવરણ જેટલું ઉભું કરીએ તેટલું ભાજપ બંગાળમાં પોતાની જાતને મજબૂત કરવા સખત મહેનત કરશે."