નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, કોવિડ-19 સામે ભારતની લડતમાં આયુષ મોટી ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન દ્વારા 'આયુષ સંજીવની' એપ અને કોવિડ-19 પરિસ્થિતિ સંબંધિત આયુષ આધારિત અભ્યાસ શરૂ કર્યો છે.
ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન આયુષની સ્વીકૃતિ, ઉપયોગ અને કોવિડ-19ના પ્રભાવ અને તેને લગતી માહિતી પુરી પાડવામાં મદદ કરશે.
ડૉ. હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે, શુક્રવારે શરૂ કરવામાં આવેલા આયુષ અધ્યયનોમાં પ્રોફીલેક્સીસ તરીકે અને કોવિડ-19 સહયોગી ક્લિનિકલ સંશોધન અભ્યાસનો પણ સમાવેશ થાય છે. આ અધ્યયન CSIR, ICMR અને DCGIની મદદથી આયુષનું મહત્વ સ્થાપિત કરવામાં આવશે.
આ દરમિયાન આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સાયક્લોરોક્વિનની તુલનામાં આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, ઉચ્ચ જોખમ ધરાવતા કોવિડ-19 વસ્તીમાં નિવારક હસ્તક્ષેપ તરીકે આયુર્વેદિક દવાઓ અશ્વગંધાની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે સરકાર નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલ કરશે.
ક્લિનિકલ ટ્રાયલ હળવાથી મધ્યમ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે આયુર્વેદિક ફોર્મ્યુલેશન્સની અસરકારકતા પર ભાર મૂકે છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ(ICMR)એ ગુરૂવારે વિકાસ સંબંધીત નિવેદનમાં જણાવ્યું કે, ICMR કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ગંગા જળ સાથે ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવાનો જલ શક્તિ મંત્રાલયનો પ્રસ્તાવ સાથે આગળ વધશે નહીં.
વધુ વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત પર ભાર મુકતા ICMRએ જણાવ્યું કે, આ ક્ષણે ઉપલબ્ધ પુરાવા અને માહિતી કોવિડ-19ની સારવાર માટે ગંગા જળનો ક્લિનિકલ અભ્યાસ શરૂ કરવાનું સમર્થન આપતા નથી.