નવી દિલ્હી: નાણાં મંત્રાલયે રવિવારે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શનમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જે અહેવાલો આવ્યા તે ખોટા છે.
નાણા મંત્રાલયની સ્પષ્ટતા- કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન નહીં ઘટે - કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શનમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં
નાણાં મંત્રાલયે ટ્વિટર પર લખ્યું કે, એક અહેવાલ છે કે કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર સાવ ખોટા છે. પેન્શનમાં કોઈ કપાત નહીં થાય.
મહત્વનું છે કે, આ પહેલા અનેક અહેવાલ ફરતા થયાં હતાં. જેમાં દાવો કરવામાં આવ્યો હત કે, સરકાર પેન્શન કાપવાની યોજના બનાવી રહી છે. જે બાદ નાણાં મંત્રાલયે ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે.
મંત્રાલયે ટ્વિટર પર લખ્યું કે, "એક અહેવાલ છે કે, કેન્દ્ર સરકારના પેન્શનરોની પેન્શનમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. પેન્શનમાં કોઈ ઘટાડો થશે નહીં. હવે સ્પષ્ટ છે કે, કોરોનાની પેન્શન પર કોઈ અસર થશે નહીં. આ ટ્વીટને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પણ રિટ્વીટ કર્યું છે.