કેન્દ્રીય સરકારની ટીમે ફાનીથી થયેલા નુકસાનની તપાસ કરી શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટરની એક ટીમે ચક્રવાત ફાનીના કારણે ઓડિશાના તટીય જિલ્લાઓમાં થયેલા નુકસાનની તપાસ કરવાનું કામ શરૂ કરી દીધું છે. 3 મેના રોજ આવેલા આ ચક્રવાતથી પુરી અને ખુર્દાના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા અને ખોરાક, પાણી અને વિજળી જેવા મૂળભૂત જરૂરિયાતો માટે સતત સંઘર્ષો કરી રહ્યા છે.
Fani
આ ચક્રવાતી તોફાનના કારણે 5 લાખથી વધારે ઘરોને નુકસાન થયું છે અને 1.65 કરોડ લોકો પ્રભાવિત થયા છે. તોફાનના કારણે 64 લોકોના મોત થયા છે. નુકસાનની તપાસ કરવા માટે પહોંચેલી 11 સભ્યની ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ કરી રહ્યા છે. ટીમને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક ટીમ પુરીના બ્રહ્માગિરી, કનાસ અને બીજી ટીમ અન્ય વિસ્તારમાં તથા ખુર્દાના ભાગોમાં લોકોની મુલાકાત કરશે.